Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમરેલી જિલ્લામાં કોરોના કેસમાં ઉતાર - ચઢાવ : કુલ કેસ ૨૮૧૩

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૨ : ઠંડીમાં કોરોના ઠુંઠવાશે કે બેકાબુ બનશે ? તેવા સવાલ વચ્ચે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં ચઢાવ ઉતાર આવી રહ્યા છે.  રવિવારે માત્ર ૧ કેસ હતો તો કાલે ૨૦ કેસ આવ્યા હતા અને કાલે માત્ર ૯ કેસ નોંધાયા છે. આજે બુધવારે ૧૩ દર્દીઓ સાજા થયા છે અને ૧૦૦ દર્દીઓ સારવારમાં છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૮૧૩ થઇ છે.

(12:40 pm IST)