Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કચ્છના ધોરડોમાં સરહદી વિસ્તાર વિકાસને લગતાં પ્રદર્શનને ખુલ્લું મુકતા અમિતભાઈ શાહ

( વિનોદ ગાલા દ્વારા:ભુજ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે સવારે ૧૧ કલાકે કચ્છના ધોરડો મધ્યે પહોંચી આવ્યા હતા. અમિતભાઈએ ધોરડો મધ્યે સરહદી વિસ્તાર વિકાસ અંતર્ગત કરાયેલા કામો અંગેના પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું. વિવિધ જેટલા ૨૩ સ્ટોલ ધરાવતા આ પ્રદર્શનમાં અમિતભાઈ શાહે બીએસએફ, ગુજરાત પોલિસના શસ્ત્ર પ્રદર્શન ઉપરાંત રોજગારી, પીવાના પાણી, રોડ રસ્તા સહીતના ક્ષેત્રમાં થયેલી કામગીરી નિહાળી હતી. કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા બોર્ડર વિસ્તાર વિકાસ બીએડીપી અંતર્ગત ફાળવાતી નાણાંકીય ગ્રાન્ટ હેઠળ બોર્ડર વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યક્રમો કરાયા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત ગુજરાત પોલીસ, બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:18 pm IST)