Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મોરબીમાં મુસાફરોને રીક્ષામાં છરીની અણીએ લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ

મોરબી પોલીસે ત્રિપુટીને કુલ રૂ. 82,540ના મુદ્દામાલ સાથે ઝડપી લીધી

મોરબી પોલીસે ગત 6 તારીખના દિવસે અલગ અલગ બે જગ્યાએ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર ત્રિપુટીને કુલ રૂ. 82,540ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

 

આ ત્રિપુટીએ થોડા દિવસ પહેલાં અલગ અલગ બે જ્ગ્યાએ રીક્ષામાં પેસેન્જરોને બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવી હતી. જેમાં એક પેસેન્જર પાસેથી રોકડા રૂ. 7200 તથા એક મોબાઇલ કિંમત રૂ. 3000 તથા બીજા પેસેન્જર પાસેથી રોકડ રૂ.6000 તથા બે મોબાઇલ કિંમત રૂ. 8000ની લૂંટ ચલાવી હતી જે અંગે મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુન્હાઓ રજીસ્ટર થયેલ હતાં.
જે ગુન્હાઓ ડિટેક્ટ કરવા પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ફરીયાદમાં જણાવેલ શંકાસ્પદ રીક્ષા રજી. નં. જીજે-13-એવી-2927 જોવા મળેલ તે આધારે તપાસ ચલાવતા રીક્ષા સુરેન્દ્રનગરની હોવાનું જાણવા મળેલ અને ત્રણેય આરોપી સુરેન્દ્રનગરનાં હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે તપાસનાં આધારે ત્રણેય આરોપી હૈદરભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ(ઉ.વ.20), રફીકભાઈ ઉર્ફે ફજલ યાસીનભાઈ કોડિયા(ઉ.વ.25), પ્રકાશભાઈ ઉર્ફે પકો નરશીભાઈ ભોજૈયા(ઉ.વ.23) ને સીએનજી રીક્ષા કિંમત રૂ. 70,000, મોબાઇલ નંગ 3 કિંમત રૂ. 1540 તથા છરી મળી કુલ રૂ. 82,540નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઈ બી.જી.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એન. એચ. ચુડાસમા, એએસઆઈ મણીલાલ ગામેતી, પો.હેડ કોન્સ. કિશોરભાઈ મીયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, પો.કોન્સ. ચકુભાઈ કરોતરા, જયપાલભાઈ લાવડિયા, ભરતભાઈ ખાંભલા, ભાનુભાઈ બાલાસરા, ભાવેશભાઈ મીયાત્રા સહિતનાઓ રોકાયેલા હતાં.

(9:30 pm IST)