Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

બોટાદમાં કાલે કાઠી ક્ષત્રિય દ્વારા સેના દાન-પૂણ્‍ય અને પક્ષી બચાવો અભિયાન

બોટાદ, તા. ૧૩ :. ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા તેમના સામાજીક-ધાર્મિક સંગઠનો જેવા કે... ગૌરક્ષક સમિતિ, રાષ્‍ટ્રીય રાજપુત કરણી સેના, સૂર્યસેના, કાઠી ક્ષત્રિય સેના, ઈન્‍ટરનેશનલ જૈન પૈગંમ્‍બર ફાઉન્‍ડેશન, જન સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાષ્‍ટ્ર વંદના મંચ, વિશ્વસનાતન ધર્મ પરીષદ, તહેલકા ન્‍યુઝ, શિવસેના વિગેરે સંસ્‍થા સંગઠનો દ્વારા એક ગણુ દાન-શહસ્‍ત્ર ગણા પૂન્‍યના પર્વ પ્રસંગે ગાયોને ઘાસ, કબુતરને ચણ, નાના ભૂલકાઓને પતંગ દોરા, ગરીબ સાધુ બ્રાહ્મણો, ફકીરો વગેરે જરૂરીયાતમંદોને મિષ્‍ટાનયુકત ભોજન સાથે દાન દક્ષિણા અને ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવશે.

તા. ૧૨થી ૨૦ સુધી પક્ષ બચાવવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. પતંગબાજોએ સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ પતંગો ન ચગાવવી કારણ કે તે સમય દરમિયાન પક્ષીઓ પોતાના માળામાં આવ-જાવ કરતા હોય તો ઘાયલ થવાની વધારે શકયતા હોય અને બોટાદ શહેરમાં કોઈપણ જગ્‍યાએ ઝાડ-તાર કે મકાન ઉપર પક્ષી દોરાથી ગુંચવાયેલ, ઘાયલ જણાય તો બોટાદના પક્ષી બચાવો અભિયાનના અધ્‍યક્ષ સામતભાઈ જેબલીયાના મોબાઈલ નંબર ૯૮૨૪૩ ૯૦૧૩૩ તથા ઉપાધ્‍યક્ષ ગજેન્‍દ્રભાઈ ખાચર મોબાઈલ નં. ૬૩૫૩૦ ૫૨૩૩૩ ઉપર સંપર્ક કરી જાણ કરવાથી પક્ષી બચાઓ અભિયાનની ટીમ જે તે સ્‍થળે પહોંચી જશે અને ઘાયલ પક્ષીની સારવાર કરશે છતાં વધુ ઈજા જણાશે તો બોટાદ મહાજન પાંજરાપોળમાં મુકી સારવાર કરાવવામાં આવશે અને બોટાદ શહેરમાં કોઈપણ સાધુ-બ્રાહ્મણને ધાબળાની જરૂરીયાત હોય તો સંપર્ક કરવા ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવ્‍યુ છે.

(10:36 am IST)