Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામજોધપુરમાં વિજ પુરવણી બિલ રદ કરવા યુથ કોંગ્રેસની માંગ

જામજોધપુર તા.૧૩ : સમગ્ર જામજોધપુર તાલુકામાં તાજેતરમાં લોડ સેટીંગના નામે પુરવણી બીલો આપવામાં આવે છે. હાલ શિયાળાની મોસમ હોય લાઇટ પંખા તેમજ અન્‍ય ઉપકરણોનો વપરાશ એકદમ ઓછો હોય તો સ્‍વભાવિક વપરાશ એકદમ ઓછો હોય તો એવરેજ બિલ ગણી પુરવણી બિલ આપવુ અયોગ્‍ય છે. તેથી સમગ્ર જામજોધપુર તાલુકામાં આપવામાં આવેલ અપાયેલ બીલ રદ કરવા માંગ સાથે કાર્યપાલક પીજીવીસીએલ કચેરી જામજોધપુરને લેખીત આપી જિલ્લા યુથ કોંગ્રેસ હેમંતભાઇ ખવાએ વિનંતી કરી છે. અન્‍યથા સમગ્ર જામજોધપુર તાલુકાના લોકોને સાથે રાખી ધરણા સાથે આંદોલન કરાશે તેમ જણાવેલ છે.

(11:25 am IST)