Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઉનાના સામતેરના માથાભારે શખ્સને ગીર સોમનાથ સહિત પ જિલ્લામાંથી હદપારીનો હુકમ

ઉના તા. ૧૩ :.. તાલુકાના સામતેર ગામનાં વિવિધ ગુનામાં સંડોવાયેલ માથા ભારે રઘુ મનુભાઇ ગોહીલને ગીર સોમનાથ સહિત પાંચ જીલ્લામાંથી જીલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ થતા ઉના પોલીસે હદપાર કર્યો છે.

સામતેર ગામનાં રઘુ મનુભાઇ ગોહીલ ઉ.૩પ સામે ઉના પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલ હોયઅને માથાભારે શખ્સની છાપ ધરાવતો હોય તેથી ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ તેમની ફાઇલ તૈયાર કરી જીલ્લા પોલીસ વડાને આપેલ અને જીલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથને રજૂઆત કરવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથે આરોપી રઘુ મનુભાઇ ગોહીલ રે. સામતેર વાળાને ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને કેન્દ્ર સ્થિત દિવ-ઘોઘલા જીલ્લા માંથી હદપાર કરવાનો હુકમ કરતા ઉના પોલીસે તેની અટક કરી ભાવનગર જીલ્લાનાં જેસર તાલુકાનાં જુના પાદર પોલીસ ચોકીએ સોંપવા રવાના થયા છે.

ઉના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી ઉના શહેર ત્થા તાલુકાનાં શાંતિ રહે તે માટે અત્યાર સુધીમાં પાંચ શખ્સો સામે પાસા ત્થા બે શખ્સો ઉના અને સામતેરની સામે પાંચ જીલ્લાની હદપારી કરાવતા માથાભારે શખ્સો બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

(12:03 pm IST)