Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ચુંટણીલક્ષી જિલ્લા બેઠક યોજાઇ

ધોરાજી તા.૧૩ : રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા બેઠક બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને રાજકોટના પ્રભારી ધર્મેન્દ્ર ભગત ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા તેમજ બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બોરીચા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી કાર્યાલય મંત્રી હિરેન જોશી જિલ્લા મીડિયા પ્રમુખ અરૂણભાઇ નિર્મલ વગેરે મહાનુભાવો તેમજ રાજકોટ જિલ્લાના ૧૭ મંડલ તેમજ જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ મંત્રી ધર્મેન્દ્ર ભગત રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બોરીચા, જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી વિગેરે દ્વારા ભારત માતાના પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

સમારંભના અધ્યક્ષ સ્થાનેથી પ્રદેશ મંત્રી ધર્મેન્દ્ર ભગતે તે જણાવેલ કે તાજેતરમાં જ કર્ણાવતી ખાતે બક્ષીપંચ મોરચાની પ્રદેશ બેઠક યોજાઇ હતી જેમાં આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં રાખી લોકો સુધી પહોંચવા ની જવાબદારી બક્ષીપંચ મોરચાની છે જેથી રાજકોટ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી મહત્વની જવાબદારી રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની છે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ બક્ષીપંચ જ્ઞાતિ ઓ આવેલી છે અને રાજય સરકારે બક્ષીપંચ માટે અનેક યોજનાઓ મૂકી છે જે યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે બક્ષીપંચ મોરચાની મહત્વની જવાબદારી છે આ બાબતે ખાટલા બેઠક ગ્રુપ મીટીંગ સાથે જનજન સુધી પહોંચવાની જવાબદારીઓ બક્ષીપંચ મોરચાની છે જેથી બક્ષીપંચ મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં સૌથી વધારે ઉપયોગ થાય સરકારની કામગીરી લોકો સુધી પહોંચે તે બાબતે તમામ કાર્યકર્તાઓ એ તમામ મંડળના લોકો સુધી કાર્ય શરૂ થઈ જાય તે બાબતે ખાસ ભાર મૂકયો હતો અને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૦્રુ બક્ષીપંચ સમાજ નું મતદાન થાય તે બાબતે ખાસ કાર્યકર્તાઓ પર ભાર મૂકયો હતો અને આજથી જ કામે લાગી જવા બાબતે સૌ કાર્યકર્તાઓને આહવાન સાથે વિનંતી કરી હતી

રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુકત મહામંત્રી મનીષભાઈ ચાંગેલા એ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં બક્ષીપંચ મોરચાની સૌથી વધારે જ્ઞાતિઓ છે ત્યારે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધારે બક્ષીપંચ સમાજ નું મહત્વ ધરાવે છે આવા સમયે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા નું કામ સૌથી વધારે મહત્વનું ગણાય છે ત્યારે સંગઠન ના ભાગરૂપે લોકો સુધી પહોંચવા માટે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચે તે ખૂબ જ મહત્વનું છે તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી પાટીલે જે ગાઈડલાઈન્સ આપી છે તે પ્રમાણે બક્ષીપંચ મોરચો સૌથી વધારે પેજ પ્રમુખો બનાવે તે બાબતે કામગીરી તાત્કાલિક અસરથી આગળ વધે અને મતદારયાદી ના માધ્યમથી પેજ પ્રમુખો સૌથી વધુ બને તે બાબતે કાર્યકર્તાઓ પર ભાર મૂકયો હતો તેમજ રાજય સરકાર અને કેન્દ્ર સરકારની બક્ષીપંચની જે કાંઈ યોજનાઓ છે તે યોજનાઓ સોસીયલ મીડિયા મારફતે જનજન સુધી પહોંચે તે બાબતે ખાસ ભાર મૂકયો હતો.

આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા એ જણાવેલ કે પ્રદેશ ભાજપની મિટિંગમાં થી જે સુચનો આવ્યા છે તે સૂચનાઓનું ચુસ્તપણે આપણે સૌ પાલન કરવાનું રહેશે અને આજથી જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યાં બક્ષીપંચ મોરચો સક્રિયતાથી કામ કરે અને સંગઠન વધુ મજબૂત બનાવે તે બાબતે પણ ખાસ ભાર મૂકયો હતો.

જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકારે બક્ષીપંચ સમાજ માટે અનેક યોજનાઓ મૂકી છે સરકારી યોજનાઓ ના લાભ તેમજ માં કાર્ડ માં અમૃતમ કાર્ડ પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ વિગેરે તેમજ આત્મનિર્ભર યોજના બક્ષીપંચ સમાજ માટે મૂકી છે તેનો સૌથી વધુ લાભ લોકો સુધી પહોંચે તે બાબતે બક્ષીપંચના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ની મહત્વની જવાબદારી છે જે બાબતે સોસીયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચવાની સૌથી સરળ પદ્ઘતિ છે જે અંગે દરેક તાલુકા માંડલમાં સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તેમજ વધુમાં વધુ પેજ પ્રમુખો બનાવવા તેમજ જિલ્લાના બે ચૂંટણી ઇન્ચાર્જ ની નિમણુક કરવી દરેક મંડલ માં બે ઇન્ચાર્જ નિમણુક કરવી તેમજ જિલ્લા પંચાયત સીટ વાઇઝ એક ઇન્ચાર્જ નિમણુક કરવી તેમજ તાલુકા પંચાયતની સીટ વાઇઝ એક ઇન્ચાર્જ નિમણૂક કરવી અને જિલ્લાના  સોશિયલ મીડિયાના બે ઇન્ચાર્જ નિમણૂક કરવી મંડળના જ્ઞ્દ્દ સ્નંણૂજ્ઞ્ર્ીશ્ર મીડિયાના બે ઈન્ચાર્જ ની નિમણૂક કરવી આ તમામ કામગીરી તારીખ ૧૫ જાન્યુઆરી સુધીમાં દરેક મંડલ કરી આપે તે બાબતે ખાસ હોદ્દેદારોને મહત્વની જવાબદારી સોંપી હતી.

આ સાથે જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ મંત્રી ધર્મેન્દ્ર ભગત તેમજ રાજકોટ જિલ્લાના નવનિયુકત પ્રમુખ મનસુખભાઈ ખાખરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી વિગેરેને આવકારી અને જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બોરીચા કિશોરભાઈ રાઠોડ નવીન પરી ગોસ્વામી વગેરે દ્વારા મોમેન્ટો આપી આવકાર્યા હતા

કાર્યક્રમના અંતે પ્રદેશની ગાઈડલાઈન્સ ની માહિતી કાર્યાલય મંત્રી હિરેનભાઈ જોશીએ આપી હતી.

બેઠકમાં રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવજીભાઈ સોલંકી નું અવસાન થતા તેમના મનમાં બે મિનિટ મૌન પાડી શ્રદ્ઘાંજલી અર્પેલ હતીજિલ્લા પ્રમુખ જગદીશભાઈ બોરીચા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ જીલ્લા મહામંત્રી નવીન પરી ગોસ્વામી આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા મા બક્ષીપંચ મોરચાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે લખમણભાઇ સિંધવ તથા હિરેનભાઈ ડાભી દેવેન્દ્રભાઈ બારોટ ની નિમણૂક કરી હતી.

તેમજ રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમેષભાઈ અગ્રાવત ની નિમણૂક કરી હતી.કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું આભારવિધિ નવીન પરી ગોસ્વામી એ કરેલી હતી

(12:09 pm IST)