Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મેંદરડા શિક્ષણ પરિવાર દ્વારા અદભુત અકલ્પનીય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : રકત દાતા ઓનાં ઉત્સાહ સામે બોટલ ખુટી પડી : ૪૫૭ બોટલ રકતદાન એકત્ર

  (ગૌતમ શેઠ દ્વારા)  મેંદરડાઃતા.૧૩, સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે માનનીય શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબની પ્રેરણાથી જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી

 શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની મદદ માટે રકતદાન કેમ્પનું આયોજન શ્રી જી પી હાઇસ્કુલ મેંદરડા ખાતે મેંદરડા તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા નો તાલુકા કક્ષા નો આ આઠમો કેમ્પ હતો આ રકતદાન કેમ્પમાં બોટલો ખૂટી પડી હતી કેમકે રકતદાતાઓએ ખૂબ જ બહોળી સંખ્યામાં રકતદાન કરી ૪૫૭ બોટલ રકત એકત્ર કરેલ હતું.

આ રકતદાન કેમ્પ ખૂબ જ અવિશ્વસનીય રહ્યો હતો કેમકે આ રકતદાન કેમ્પમાં શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગના કર્મચારી સેવકો તેમજ તેમના પરિવારજનો અને મેંદરડા તાલુકાની સમાજસેવા સંસ્થાના આગેવાનો અને તેમના સભ્યો દ્વારા તેમજ સૌને પ્રેેરણા પૂરી પાડે તેવા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પનું આકર્ષણ પ્રથમ વખત રકતદાન કરવા આવેલ ગીર વિસ્તારના નેશ વિસ્તારના માલધારીઓ અને સીદી લોકો રહ્યા હતા.

આ કેમ્પ મા મુસ્લિમ સમાજ દ્વારા પણ બહોળી સંખ્યામાં રકતદાન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબનું મેદરડા તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરીને તેમના આ સુંદર કાર્યક્રમને બિરદાવવા માં આવ્યો હતો.

આ રકતદાન ને સફળ બનાવવા માટે  પ્રાથમિક શિક્ષક સંઘ મેંદરડા પ્રાથમિક શિક્ષક મહાસંઘ મેંદરડા  શિક્ષણ શરાફી મંડળી મેંદરડા ખાનગી શાળા સંચાલક મંડળ  મેંદરડા તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ મેંદરડા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળા મેંદરડા તાલુકા  અને મેંદરડા તાલુકાના સેવાભાવી સંગઠન દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી આ તકે શિક્ષણાધિકારી શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબ દ્વારા આ તમામ શૈક્ષણિક પરિવારો તેમજ સંગઠનો નો આભાર વ્યકત કરી આ કેમ્પને સફળ જાહેર કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો.

બ્લડ ડોનશન કેમ્પ માં ૩૦ જેટલા મેડિકલ સ્ટાફ કામગીરીને  મેંદરડા ખાનગી શાળાવતી સન્માન કરવામાં આવ્યું હતું.

જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર એસ ઉપાધ્યાય સાહેબ દ્વારા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામા આઠ જગ્યાએ કેમ્પ કરી કુલ ૨૦૧૩ બોટલ રકત એકત્ર કરી ખુબ જ સરાહનીય કાર્ય કરેલ છે તે બદલ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદરાવ સાહેબ તેમજ શિક્ષણ વિભાગના અલગ અલગ અધિકારીઓ દ્વારા તેમને ખુબ ખુબ અભિનદન પાઠવામાં આવ્યા હતા. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે મેંદરડા તાલુકા બી આર સી શ્રી જે બી સાવલિયા સાહેબ અને મેંદરડા તાલુકા એસ વી એસ કન્વીનર શ્રી એમ જે. ખુમાણ સાહબે જહેમત ઉઠાવી હતી.

(12:12 pm IST)