Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જુનાગઢ પાસે ડમ્પર હડફેટે બરૂલાના બાઇક સવાર યુવાનનું મૃત્યુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૩ : માળીયા હાટીના તાલુકાના બરૂલા ગામે રહેતા કનકસિંહ ભગવાનભાઇ પરમાર (ઉ.૩૯) નામના યુવાન ગઇકાલે બપોરના તેના મોટર સાયકલ પર જુનાગઢ નજીકના કાથરોટા ગામ  પાસેથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે ગામના વળાંક પાસે જીજે-૦૧ એક્ષ-૯૯૦૯ નંબરના ડમ્પર ચાલકે કનકસિંહને બાઇક સહિત હડફેટમાં લીધા હતા.

જેમાં ગંભીર ઇજા થવાની તેમનું મૃત્યુ થયુ હતુ આ અકસ્માત અંગે લાખાભઇ પરમારે ફરિયાદ નોંધાવતા તાલુકાના વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. બાબરીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)