Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જુનાગઢશ્રી સ્વામીનારાયણ મુખ્યમંદિરે મકરસંક્રાતિ નિમિતે દેવોની સેવામાં અને ગાયોની સેવામાં દાન અર્પણ કરવાનો અનેરો અવસર

મનુષ્ય કંઇ પણ દાન કરે એ પરમ સુખને પ્રાપ્ત કરે છે એટલે આ પર્વને દાન કહયુ છે : કોઠારી પ્રેમસ્વરૂપદાસજી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ) વાળાએ મકરસંક્રાતિ ઉતરાયણ પર્વની માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય ધર્મ પરંપરામાં આપણા શાસ્ત્રો અને ઋુષિઓએ ઉત્સવોનુ અનેરો મહિમા કહયુ છે. ઉત્સવોની પરંપરા શોભાવતા આ પુણ્ય પર્વ એટલે મકરસંક્રાતિ વર્ષમાં બાર સંસ્કૃતિઓ આવે છે. પરંતુ મકરસંક્રાતિ કાળ સર્વશ્રેષ્ઠ કહયો છે.

તેઓએ વધુમાં જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણના હસ્તે પધરાવેલ શ્રી રાધારમણ દેવ મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવની સેવામાં અનુદાન અર્પણ કરવાનો આ અમુલ્ય અવસર છે. તેમજ આ પુણ્ય પર્વમાં સીધા સામગ્રી જેવી કે ઘઉં ચોખા મગ ઘી તેલ ગોળ ખાંડ તેમજ પૃથ્વી પરનું સાક્ષાત તિર્થ ગાય માતાની સેવા અર્થે દાન કરી સૌને ધન્ય બનવા અને દાન ધર્માદા કરવા સૌ હરિભકતોને મંદિરના કોઠારી પ્રેમસ્વરૂપ અને પીપીસ્વામી ધર્મકિશોર સ્વામી તેમજ ટ્રસ્ટી મંડળ વતી સરજુદાસાનંદજીએ અપીલ કરી છે. તેમજ દાનની પાકી પહોંચ કાર્યાલયમાંથી મેળવી લેવા અંતમાં જણાવ્યું હતુ. વધુ માહિતી માટે મો.૯૮૭૯પ પ૧૬૮૦ ઉપર સંપર્ક  સાધવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

(1:25 pm IST)