Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૪૦થી વધુ મેડિકલ હોસ્ટેલમાંથી ૫૦૦થી વધુ લેપટોપની ચોરી કરનાર જામનગરમાંથી ઝડપાયો

જામનગરની એમ.પી. શાહ કોલેજના પી.જી. હોસ્ટેલમાંથી ચોરી કરનાર તામીલનાડુના શખ્સની ધરપકડ : ચેન્નઈ અભ્યાસ કરતો ત્યારે મેડિકલ કોલેજના ૪ વિદ્યાર્થીઓએ લેપટોપનો ઉપયોગ કરીને પોતાની મિત્રનો બનાવેલ ખરાબ વિડીયો વાયરલ થતા મેડિકલ કોલેજના છાત્રો ઉપર રોષ હોવાથી મેડિકલ હોસ્ટેલમાં જ ચોરી કરતો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :. જામનગર સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશન - સર્વેલન્સ સ્કોર્ડ ટીમે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પી.જી. હોસ્પિટલમાં થયેલ લેપટોપ ચોરીનો ભેદ ઉકેલીને ૪૦થી વધુ સ્થળોએથી ૫૦૦થી વધુ લેપટોપની ચોરી કરનાર આંતરરાજ્ય તસ્કર તામીલનાડુના તમીલ સેલ્વમ કન્નાન ક્ષત્રીય દેવા (ઉ.વ. ૨૪)ની ધરપકડ જામનગર સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડે કરી છે.

આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ચેન્નાઇ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે મેડીકલ કોલેજના ચાર સ્ટુડન્ટ દ્વારા લેપટોપનો ઉપયોગ કરી પોતાની મીત્રાનો ખરાબ વીડીયો બનાવેલ જે વાયરલ થઇ જતા પોતાને મેડીકલ કોલેજના સ્ટુડન્ડ પર સેસ હતો જે કારણે પોતે ફકત મેડીકલ કોલેજનેજ નીશાત બનાવતો હતો અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૪૦ થી વધુ મેડીકલ હોસ્ટેલમાંથી પ૦૦ થી વધુ લેપટોપની ચોરી કરેલની કબુલાત આપેલ છેજેમાં ખાસ કરીને દક્ષીણ ભારતના મોટા ભાગના રાજયોના અલગ અલગ જીલ્લાઓમાં આવેલ પી.જી. મેડીકલ હોસ્ટેલને નીશાન બનાવેલ છે મજકુર હાલ ફરીયાદાબાદ રહે છે. અને ત્યારથી દક્ષીણ ભારતના રાજયોમાં ચોરી કરવા જાય છે. અને તે સમયે લકઝરીયસ કહી શાકાય તેવી ટ્રેનોમાં અને ફલાઇટમાં મુસાફરી કરે છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એલ. ગાંધે તથા પો.બસ. ઇન્સ. એલ.જ.ે મીયાત્રા કે.વી. ચૌધરી, એ.એસ.આઇ.બસીરભાઇ મલેક, પો.હેડોકન્સ રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રીપાલસિંહ જાડેજા શોભરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. યુવરાજસિંહ જાડેજા, ફરદીપભાઇ બારડ, ફેજલભાઇ ચાવડા, શીવભદ્રસિંહ જાડેજા, કીશોરભાઇ પરમાર, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાંં આવેલ છે.

(4:27 pm IST)