Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધોરાજી તાલુકા પંચાયતમાં કુલ ૪૪ ફોર્મ ભરાયા જિલ્લા પંચાયતમાં બે સીટ ઉપર ૪ ફોર્મ ભરાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકા પંચાયત ની કુલ ૧૬ બેઠક તેમજ જિલ્લા પંચાયતની બે સીટ ઉપર આજે ત્રણ સ્થાનો ઉપર અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરાયા હતા જેમાં તાલુકા પંચાયતમાં કુલ ૪૪ ફોર્મ અને જિલ્લા પંચાયતમાં કુલ ચાર ફોર્મ ભરાયા હતા
ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે વધુ જોવા મળી હતી જેમાં ધોરાજી મામલતદાર કચેરી ખાતે આઠ સીટ માટે ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં ૨૨ ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના.12  ફોર્મ ભરાયા હતા તેમજ કોંગ્રેસના. 9 ફોર્મ ભરાયા હતા    તેમજ આમ આદમી ના. 1  ફોર્મ ભરાયુ હતું
જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સમક્ષ 22 ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના 10  તેમજ કોંગ્રેસના 12 ફોર્મ ભરાતા કુલ ૨૨ ફોર્મ તાલુકા પંચાયતમાં ભરાયા હતા
તાલુકા પંચાયત ના બે સ્થાનો ઉપર ફોર્મ ભરાતા ટોટલ 44 ફોર્મ ભરાયા હતા
તેમજ જિલ્લા પંચાયતની ધોરાજીની બે સીટ ઉપર આજે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મોટીમારડ સીટ ઉપર 2 ભાજપના તેમજ 1 કોંગ્રેસ નું ફોર્મ ભર્યું હતું જ્યારે સુપેડી સીટ ઉપર 2 ભાજપના તેમજ 3 કોંગ્રેસના ફોર્મ ભરાયા હતા અગાઉ મોટીમારડ સીટ ઉપર એક કોંગ્રેસ નું ફોર્મ ભર્યું હતું ટોટલ 9 ફોર્મ અત્યાર સુધીમાં રજૂ થયા હતા
. તાલુકા પંચાયતમાં કુલ 22 ફોર્મ ભાજપના તેમજ 21 ફોર્મ કોંગ્રેસના અને એક આમ આદમીનો એ મળીને કુલ ૪૪ ફોર્મ ભરાયા હતા

(6:23 pm IST)