Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પ્રભાસપાટણ : સોશ્યલ મીડીયામાં સંસ્કૃતનો પ્રચાર કરનાર શિક્ષક જગદીશભાઇનું સન્માન

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા ૧૩ : વેરાવળતાલુકાના કાજલી ગામમાં હાલ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રસિદ્ઘ સંસ્કૃત પ્રચારક, વિશ્વસ્ય વૃત્ત્।ાન્તઃ દૈનિક સંસ્કૃત સામાચારપત્રના સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ, કેશોદના વતની ગુજરાતના બેસ્ટ સંસ્કૃત શિક્ષકનો એજયુકેટર એવોર્ડ મેળવનાર જગદીશભાઈ કાળાભાઈ ડાભીને ગત દિવસે સંસ્કૃત સેવાર્થે ઉત્ત્।રાખંડની સંસ્કૃત રસાસ્વાદ સંસ્થા દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ.

જગદીશભાઈ છેલ્લા સાત વર્ષથી અવિરત સોશિયલ મિડિયા ક્ષેત્રે દેવભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. અને દેશ-વિદેશના હજારો લોકો લાભ લઈ રહ્યા છે. જગદીશભાઈ ફેસબુક, યુટ્યુબ, ટ્વીટર, ઇસ્ટા વગેરે જેવા સોશિયલ માધ્યમોનો સંસ્કૃત પ્રચાર માટે એક સારો એવો ઉપયોગ કરી સંસ્કૃતનાં બીજ રોપવાનું એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. સંસ્કૃતશિક્ષણમ્ વેબ-બ્લોગ દ્વારા પણ સંસ્કૃત શિક્ષણ આપી રહ્યા છે.(www.jagdishdabhisanskrit.blogspot.com) ખરેખર સોશિયલ મિડિયાનાં ક્ષેત્રમાં સંસ્કૃતભાષાને એક નવી દિશા આપવાનું શ્રેય જગદીશભાઈને જાય છે. ખરેખર સંસ્કૃત પરિવારનું, ગુજરાતનું, કોળી સમાજનું, શિક્ષક સમાજનું અને કાજલી ગામનું તથા કેશોદ શહેરનું ગૌરવ છે.

(10:15 am IST)