Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઓખા નગરપાલીકા સ્‍કુલના આચાર્ય, શિક્ષકગણ તેમજ સ્‍ટાફે કોરોના પ્રતિરોધક રસી મુકાવી

 ઓખા : નગરપાલીકા સ્‍કુલમાં આચાર્ય શિક્ષકગણ તેમજ સ્‍ટાફ સહિતએ ફ્રન્‍ટ કોરોના વોરીયર્સ ઓખા સરકારી પ્રાથમિક આરોગ્‍યકેન્‍દ્રમાં કોરોના પ્રતિકાર રસી મુકાવી હતી. રસીકરણની સંપુર્ણ પ્રતિક્રિયા સુરક્ષીત તેમજ આડઅસર વગરની છે. કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશને હકારાત્‍મક પ્રતિસાદ આપી સૌ નાગરીકને કોઇપણ જાતના ડર વિના રસી મુકવી કોરોના મુકત ભારત અભિયાનને સફળ બનાવી દેશ અને ઓખા મંડળને કોરોના મહામારીથી સુરક્ષીત બનાવવા સમગ્ર શિક્ષક સ્‍ટાફે સંદેશ આપ્‍યો હતો

(10:46 am IST)