Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ચોટીલામાં પત્રકારો દ્વારા ભાજપના ધારાસભ્‍ય વિરૂધ્‍ધ આવેદન

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૧૩:  વડોદરાના ભાજપના ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવે પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું

તે મામલે ચોટીલાના પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનીક મિડીયાના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આવ્‍યું.

વડોદરા વાઘોડિયાના ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવ વધું એક વખત જાહેરમાં મિડીયા કર્મીને ઠોકાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપીને પોતાની દબંગગીરી દાખવીને લુખ્‍ખાગીરી કરવામાં આવી હતી. આ ઘટના ને લઇને સમગ્ર રાજયમાં પત્રકાર આલમમાં તીર્વ પ્રત્‍યાઘાતો પડ્‍યા છે ત્‍યારે ચોટીલાના ઈલેકટ્રોનિક અને પ્રિન્‍ટ મિડીયાના પત્રકારોએ પ્રાંત કચેરીએ ઘસીને પ્રાંત અધિકારીને લેખીત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહી કરવાં માંગણી કરી છે.

ચોટીલા તાલુકાનાં જીજ્ઞેશ શાહ, અમિત તુરખીયા, પ્રશાંત બાવળીયા, લધુભાઇ ધાધલ, હેમલ શાહ, રણજીતભાઇ ધાધલ, દિગ્‍વિજયસિંહ રાઠોડ, .જે.ઝાલા,વિક્રમસિંહ જાડેજા, મોહસીનખાન પઠાણ, વિગેરે પત્રકારો મોટી સંખ્‍યામાં જોડાયા હતાં

પત્રકારોએ ઘટનાને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢી છે. અને ધારાસભ્‍ય દરજ્જાની વ્‍યક્‍તિ આવી રીતે જાહેરમાં મિડીયા કર્મીને હત્‍યાની ધમકી આપે તે સરકાર માટે શરમજનક કહેવાય આવા તુંડમિજાજી ને શિસ્‍ત ના પાઠ ભણાવવા જોઇએ અને પાર્ટી એ પગલા લેવા જોઈએ તેવુ માગણી કરતુ મુખ્‍યમંત્રીને સંબોધતા આવેદનપત્રᅠ પ્રાત અધિકારી આર. બી. અંગારીને આપેલ હતું.

(11:24 am IST)