Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સાળંગપુરશ્રી હનુમાનજીને કેસુડાનો શ્રૃંગાર -ખંજૂર-ધાણીનાં અન્નકોટ દર્શન

વાંકાનેર :  બોટાદ જિલ્લાના સાળગપુરધામ મુકામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને આજે 'કેસુડાના શણગાર' તેમજ ખજૂર , ધાણીનો 'અન્નકોટ દર્શન' રાખેલ છે , આજરોજ મંગળા આરતી સવારે સાડા પાંચ કલાકે કરવામાં આવેલ હતી તેમજ 'શણગાર આરતી ' સવારે સાત કલાકે ભકિતમય ના દિવ્ય માહોલ માં કરવામાં આવેલ હતી તેમજ ખજૂર , ધાણી , દાળિયા , ' અન્નકોટ આરતી' સવારે અગિયાર કલાકે કરવામાં આવેલ હતી , તેમજ ખજૂર, ધાણી , દારીયા અન્નકોટ દર્શન સવારે અગિયાર થી એક રાખેલ હતા, સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ લાભ લીધેલ હતો તેમજ ઘર બેઠા ઓનલાઇન થી ઉત્સવ દર્શન નો વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો કાયમ દાદા ના લાઈવ દર્શન , સવાર, સાંજની આરતીના દર્શન ઘર બેઠા ONLY ON >YOU TUBE SALANGUPUR HANUMANJI નિહાળી રહયા છે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માં કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું તેમ યાદી પૂજારી શ્રી ડી , કે , સ્વામીજી મહારાજશ્રી ની યાદીમાં જણાવાયું છે ( તસ્વીર- અહેવાલ : હિતેશ રાચ્છ , વાંકાનેર)

(11:20 am IST)