Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જસદણના ઉદ્યોગપતિ ઉપર એસિડ એટેક કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

જસદણ,તા. ૧૩: જસદણના યુવા ઉદ્યોગપતિ દ્વારા ઘણા સમયથી બાકી રહેતા પૈસાની ઉઘરાણી કરવા બાબતે આરોપી કારખાનેદાર સહિત ત્રણ વ્યકિતઓએ જસદણના યુવા ઉદ્યોગપતિ પર હુમલો કર્યો હતો, જસદણમાં લીલાપુર રોડ પર આવેલા કારખાનાના કારખાનેદાર પાસે આપેલું વસ્તુ પેટેના રૂપિયા દ્યણા સમયથી લેવાના બાકી હતા ત્યારે કારખાનેદાર પાસે રૂપિયાની માંગણી કરવા માટે ગયેલા કાકા-ભત્રીજા અને મિત્ર ઉપર કારખાનેદાર સહિત ત્રણ શખ્સોએ એસિડ એટેક કર્યો હોવાનું ગુનાના આરોપી બેલડીની જામીન અરજી રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ કોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની વિગત મુજબ જસદણમાં લીલાપુર રોડ ઉપર આવેલા કારખાનાના માલિક જાવેદભાઈ બાટવાવાળા પાસે ફરિયાદી ઈમરાનભાઈ હુસેનભાઇ ખીમાણીએ ખરાબ તેલના રૂપિયા ૨,૭૫ લાખ ઘણા સમયથી માગતા હોય, તે રૂપિયાની ઉઘરાણી અર્થે ફરિયાદી ઈમરાનભાઈ ખીમાણી અને ભત્રીજો તેમજ મિત્ર શૈલેષ ભરવાડ આરોપી જાવીદ બાટવાવાળાના કારખાને ગયા હતા અને આપેલ વસ્તુ પેટના ઘણા સમયથી લેવાના નીકળતા પૈસાની માંગ કરતા આરોપી જાવીદ બાટવાવાળા, શ્યામ કુમાર યાદવ અને સગ્રીમ રામનરેશ ગુપ્તાએ ફરિયાદી તેમજ ભત્રીજા અને મિત્રને ગાળો ભાંડી - એસિડ એટેક કર્યો હતો,એસિડ છાંટવાના ગુનાના આરોપી શ્યામ કુમાર યાદવ અને સગ્રીમ ગુપ્તાએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી.

આ જામીન અરજી ચાલવા ઉપર આવતા રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ બન્ને પક્ષની રજૂઆત અને દલીલોને સાંભળેલ તેમાં મૂળ ફરિયાદી ઇમરાનભાઇ હુસેનભાઈ ખીમાણીના એડવોકેટ તરીકે જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી અને સરકાર પક્ષના એડવોકેટ સમીરભાઈ ખીરા રોકાયેલ હતા અને બન્ને દ્વારા ધારદાર દલીલો તેમજ આધાર પુરાવો રજૂ કરતાં આરોપીઓની જામીન અરજી ફગાવી નામંજૂરનો હુકમ કર્યો છે.

(11:22 am IST)