Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

આટકોટ ગ્રામ પંચાયતમાં ર૦ વર્ષથી ચુંટાતા સેવાભાવી મહીલાએ ભાજપ તરફથી તાલુકા પંચાયતમાં ફોર્મ ભર્યુ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા., ૧૩: તાલુકાના આટકોટ ગામે રહેતા અને પ્રથમવાર જસદણ તાલુકા પંચાયતની આટકોટ ર બેઠકમાં ભાજપ તરફથી ફોર્મ ભરનાર ઇલાબેન નિલેશભાઇ જોટંગીયા (મો. ૯૪ર૭ર ૩૮૯૧૩) એ ફોર્મમાં પોતાના બે બેંક ખાતામાં રોકડ રકમ કુલ રૂ. ૭૦પ૬ અને પાંચ ગ્રામની સોનાની બુટી અને પોતાના પતિ પાસે જુનુ હોન્ડા બાઇક સહીતની બંને દંપતી પાસે કુલ મળી રૂપીયા સાઠ હજારની સંપતી દર્શાવી હતી.

ઇલાબેન છેલ્લા ચાર ટર્મથી આટકોટ ગ્રામ પંચાયતમાં એટલે કે છેલ્લા વીસ વર્ષથી વોર્ડ નંબર બારમાં ચુંટાઇ આવે છે. ઇલાબેન હાલમાં પણ આટકોટના ઉપ સરપંચ છે. તેમના પતિ પણ ભુતકાળમાં આટકોટ ગ્રામ પંચાયતના સરપંચ અને જસદણ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખપદે રહી ચુકયા છે. આટકોટના દંપતીની નાણાકીય સ્થિતિ રોજનું કમાઇ રોજ ખાય એવી છે. આ દંપતી આટકોટ પંથકના ગરીબ લોકો સાથે જીવંત સંપર્કમાં રહે છે.

(11:23 am IST)