Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભાવનગર : પીઆઇ માસ્ક બાંધ્યા વગર જુબાની આપવા હાજર થતા અદાલતે એક હજારનો દંડ ફટકારી દીધો

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા., ૧૩: ભાવનગર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જુબાની માટે હાજર રહેલા પીઆઇએ મોઢા ઉપર માસ્ક નહી બાંધી કાયદાનું ઉલ્લંઘન કરતા કોર્ટે રૂ.૧૦૦૦નો દંડ વસુલ્યો હતો અને રેન્જ આઇજી અને એસપી પાટણને પગલા લેવા ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ હુકમ કર્યો હતો.

આ અગાઉ ભાવનગર જીલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ તથા ભાવનગરના ડી ડીવીઝનના પોલીસ મથકમાં ફરજ બજાવેલ અને હાલલમાં પાટણ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમાર ગત તા.૧રને શુક્રવારે ભાવનગર પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ર૦૧૩ના ગુનાના કામે તપાસ કરનાર અધિકારી તરીકે જુબાની આપવા માટે કોર્ટમાં હાજર રહેલ.

હાલના કોવીડ-૧૯ના ગુજરાત સરકારના તેમજ હાઇકોર્ટના જાહેરનામા નોટીફીકેશન અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરનો ઉલ્લંઘન કરી કોર્ટ રૂમમાં ડીસ્ટ્રીકટ જજ સામે પીઆઇ વિજયસિંહ પરમારે મોઢા ઉપર માસ્ક નહી પહેરી સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરી અને કોર્ટમાં હાજર થયેલ આ બાબત ડીસ્ટ્રીકટ જજને ધ્યાનમાં આવતા ન્યાયધીશ શ્રી આર.ટી.વચ્છાણીએ પીઆઇને મૌખીક ઠપકો આપી રૂ. ૧૦૦૦ નો દંડ વસુલ કરવા હુકમ કર્યો હતો.

આ ઉપરાંત આ અંગેની જાણ પાટણના રેન્જ આઇ.જી. તથા પાટણા જીલ્લા પોલીસ અધિકારીને આ બાબતની જાણ કરવા તથા યોગ્ય પગલા લઇ અને ભાવનગર કોર્ટને જાણ કરવા હુકમ કર્યો હતો.

આ ઉપરાંત આ અંગેની જાણ પાટણના રેન્જ આઇ.જી. તથા પાટણ જીલ્લા પોલીસ અધિકારીને આ બાબતની જાણ કરવા યોગ્ય પગલા લઇ અને ભાવનગર કોર્ટને જાણ કરવા હુકમ કર્યો હતો. આમ પીઆઇ કક્ષાના અધિકારીએ પણ કાયદાનું પાલન ન કર્યુ હોય અને બેજવાબદારી પુર્વકનું વર્તન કરતા કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઇને સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડવા પીઆઇ કક્ષાના વ્યકિત સામે પગલા લીધેલ છે. આ ઘટનાની કોર્ટ સંકુલમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

(11:25 am IST)