Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સોપારી અને તમાકુના ભાવમાં તોતીંગ વધારાના પગલે મોરબીના પાન-માવાના વેપારીઓ મુશ્‍કેલીમાં, ભાવ વધારો કરવા કાલે મીટીંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૩: તાજેતરમાં જ સોપારી અને તમાકુ સહીત અન્‍ય વસ્‍તુઓના ખુબ ભાવ વધી જતા મોરબી પાન-માવાના વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે.

એક તો કોરોનાની મહામારીના પગલે આવેલ લોકડાઉનમાં મહિનાઓ સુધી ધંધા બંધ રહેતા પાન-માવાના વેપારીઓ જેવા નાના વેપારીઓએ પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો અને લોકડાઉન ખુલ્‍યા બાદ પણ ધંધામાં ખુબ મંદી આવતા ધંધા ઘટી જતા હજુ મુશ્‍કેલીનો અંત નોતો આવ્‍યો ત્‍યાં વળી પાન-માવામાં વપરાતા મુખ્‍ય સોપારી અને તમાકુમાં મોટો ભાવ વધારો આવતા વેપારીઓને પડયા પર પાટુ સમાન પરિસ્‍થિતિ સર્જાઇ છે. તેવા સંજોગોમાં પાન-માવાના ભાવમાં વધારો કરવો અનિવાર્ય હોવાથી ભાવવધારો કરવા માટે ચર્ચા-વિચારણા કરવા મોરબી પાનપટ્ટી એસોસીએશન દ્વારા રવિવારને તા.૧૪ સાંજે ૪ વાગ્‍યે શંકર આશ્રમ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોરબીના તમામ પાનપટ્ટીના વેપારીઓને હાજરી આપવા એસો. દ્વારા ખાસ જણાવાયું છે.

(11:47 am IST)