Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબીમાં તમંચા સાથે સુર્યાને ઝડપી પાડતી પોલીસ

મોરબી,તા.૧૩ : મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના મુજબ હાલમાં સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી શાંતી પૂર્વક યોજાઈ તે અનુસંધાને ગેરકાયદે હથીયાર ધરાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઇ આઈ.એમ. કોંઢીયાની સુચનાથી પી.એસ.આઇ આર બી ટાપરીયા તથા સર્વેલન્‍સ સ્‍કવોડના સ્‍ટાફના શક્‍તિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલની   બાતમીને આધારે આરોપી સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ બાબુભાઇ સીતાપરા, ઉ.વ.૨૫, રહે. હરીઓમ પાર્ક જુના ઘુટુ રોડ આઇટીઆઇ આગળ તા.જી.મોરબીવાળાને હાથ બનાવટનો દેશી તમંચો નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ સાથે ઝડપી લેવામાં આવ્‍યો હતો.

 આ સફળ કામગીરી પીએસઆઇ આર.બી. ટાપરીયા, વનરાજભાઇ ચાવડા, નરેન્‍દ્રભારથી ગોસ્‍વામી, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, ઋતુરાજસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી.

(11:47 am IST)