Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મનહરપુર-૧નો બે સંતાનનો પિતા સુનિલ ભરડવા ભાન ભુલ્‍યોઃ ૭ વર્ષની સગી ભત્રીજી સાથે ચેનચાળા

બગીચામાં રમવા લઇ જવાના બહાને રૂમમાં લઇ ગયોઃ પત્‍નિ જોઇ જતાં પોતાના હાથમાં છરીથી ઇજા કરીઃ યુનિવર્સિટી પોલીસે પોક્‍સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૩: કુવાડવા પંથકના ગામમાં ૬ વર્ષની બાળાને બોર ખવડાવવાની લાલચ આપી બળાત્‍કાર ગુજારાયાની ઘટના હજુ તાજી છે ત્‍યાં જામનગર રોડ પરના મનહરપુર-૧માં રહેતાં એક હવસખોરે  પોતાની ૭ વર્ષની સગી ભત્રીજીને બગીચામાં રમવા જવાના બહાને પોતાના ઘરમાં લઇ જઇ અત્‍યંત બિભત્‍સ હરકતો કરતાં તેની પત્‍નિએ રંગેહાથ પકડી લીધો હતો. ભુલ થઇ ગઇ, કોઇને કહેતી નહિ...એવા રોદણા રોયા પછી પોતાના જ હાથમાં છરીથી ઇજા કરી તે ભાગી ગયો હતો. પોલીસે તેને શોધી કાઢયો છે.

આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ મનહરપુર-૧ શ્રીજી એવન્‍યુ પાસે રહેતાં સુનિલ બાબુભાઇ ભરડવા (કુંભાર) (ઉ.આ.૩૫) સામે આઇપીસી ૩૭૬-એ (બી), ૩૫૪-એ તથા પોક્‍સોની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્‍યું છે કે મારા લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા છે. એક સાત વર્ષની દિકરી મારી સાથે રહે છે, મારા બા પણ મારી સાથે રહે છે. દિકરી ધોરણ-૨માં અભ્‍યાસ કરે છે. ૧૧/૨ના બપોરે હું મારા કામ સબબ નજીકના ગામે મિત્રના ઘરે ગયો હતો. રાત ત્‍યાં રોકાયો હતો. ઘરે મારા બા તથા બે બહેનો હાજર હતાં. ૧૨મીએ હું ઘરે આવ્‍યો ત્‍યારે મારા નાના બહેને વાત કરેલી કે હું તથા મારો પતિ સુનિલ અને મારા બે સંતાન બા પાસે આટો મારવા આવ્‍યા હતાં. ત્‍યારબાદ મારા પતિ સુનિલ  મારા બંને સંતાન તથા તમારી દિકરીને લઇને ઘર પાસેના બગીચામાં ફરવા લઇ જવાનું કહીને ત્રણેયને લઇ ગયો હતો.

સાંજે હું અમારા ઘરે ગઇ ત્‍યારે મારા બે બાળકો બહાર રમતાં હતાં. જ્‍યારે તમારી દિકરી અને સુનિલ રૂમમાં હતાં. સુનિલ તમારી દિકરી સાથે ખુબ જ ખરાબ અડપલા કરતો હતો. મને જોતાં જ તેણે તેણીની લેગીંસ ચડાવી દીધી હતી. મેં તેને આ શું કરતાં હતાં? તેમ પુછતાં તેણે ભુલ થઇ ગઇ, માફ કરી દે, કોઇને વાત કરતી નહિ તેમ કહ્યું હતું. હું તેને ખીજાઇને ત્રણેય બાળકોને લઇને ફરીથી બાના ઘરે આવી ગઇ હતી. બાને વાત કરતાં તે સુનિલને સમજાવવા જતાં તે રોષે ભરાયો હતો અને પોતાના જ હાથની નસ છરીથી કાપી પાટો બંધાવવા જાય છે તેમ કહીને ભાગી ગયો હતો.

બહેન પાસેથી આ વિગતો જાણ્‍યા બાદ મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભોગ બનનાર બાળાના પિતાએ કહેતાં પીઆઇ એ.એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ ગુનો નોંધ્‍યો હતો.  આરોપી પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

(12:09 pm IST)