Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કાલે ૨૦ તિર્થકરોની પાવનભુમી સમેત શિખરમાં પૂ. પ્રેમધીરગુરૂદેવની ૪૦મી દિક્ષા જયંતિની ઉજવણી : કુસુમબેન ભિમાણી ઉપાશ્રયનું ઉદ્‌્‌ઘાટન

કાલે ૨૦ તિર્થકરોની પાવનભુમી સમેત શિખરમાં પૂ. પ્રેમધીરગુરૂદેવની ૪૦મી દિક્ષા જયંતિની ઉજવણી : કુસુમબેન ભિમાણી ઉપાશ્રયનું ઉદ્‌્‌ઘાટન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૩ :  શ્રી કલકતા જૈન શ્વાતાંબર સ્‍થાનકવાસી સંઘ નિર્મિત જગજયંત જિનેશ્વરધામ સમેત શિખરના ઉપક્રમે ગોંડલ સંપ્રદાયમાં વર્ષો પછી એક સાથે દિક્ષા અંગીકાર કરનાર પિતા પુત્ર ૮૦ વર્ષની જૈફ વયના પુજયપાદ શ્રી પ્રેમગુરૂદેવ અને પૂ. શ્રી ધીરગુરૂદેવની ૪૦ મી દિક્ષા જયંતિ અનુમોદના અવસર પાવ અને પ્રભાવી ભુમી જયાં ર૦ ર૦ તિર્થકરો પરિનિર્વાણ ને પામ્‍યા છે. તેવા સમેત શિખર (મધુવન)માં શ્રેષ્‍ઠ વિર્ય ચંદ્રવદનભાઇ દેસાઇની અધ્‍યક્ષતામાં ઉજવાશે અને અતિથીપદે પ્રફુલભાઇ મોદી, હરસુખભાઇ અવલાણી, રાજેન્‍દ્રભાઇ પી. કામાણી, વિનયભાઇ સી. શાહ વગેરે ઉપસ્‍થિત રહેશે.

મનીષભાઇ દોશીના જણાવ્‍યાનુસાર પુ. શ્રી ધીરગુરૂદેવ તા. ૧૧ના શ્રી ગિરીશભાઇ કોઠારી ના નિવાસ બેરમોથી વિહાર કરી અવલાણી ભવનમાં પધાયો છે. તા. ૧૩ ના નવલખા કામાણી જૈન ભવન બીલવા ફતરાસચાસ વગેરે સંઘો બસ દ્વારા પહોંચ્‍યા બાદ ડુંગર દરબાર સિદ્ધાયત હોલમાં સવારે ૧૦ કલાકે સંયમ સ્‍પર્શના વિષય પર પ્રવચન અને બપોરે ૩ કલાકે સ્‍વાધ્‍યાય ભકિત અને તા. ૧૪ ના રવિવાર સવારે ૯ કલાકે ભીમાણી ઉપાશ્રયનું ઉદ્‌્‌ઘાટન અને ૯.૩૦ કલાકે સંયમ અભિવંદનના પ્રવચન યોજાશે.

ધન્‍ય બન્‍યા છે પૂર્વ ભારતના સંઘ જેને અણમોલા અવસરના લાભ મળ્‍યા છે પૂ. શ્રી પ્રેમધીરગુરૂદેવની દીક્ષા ૧૯૮રમાં ૧પ ફેબ્રુઆરીના ઉપલેટામાં યોજાયેલ પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં અનેક શિબિરો દીક્ષા મહોત્‍સવ સમુહ વરસીતપ ૧૦૦૮ સમુહ આયંબિલ આયોજન શ્રાવક જીવનપયોગી આગમ પ્રકાશક તત્‍વજ્ઞાન વ્‍યાખ્‍યાન સંગ્રહ દ્વારા શ્રુતજ્ઞાન પ્રસાર, જૈન ભોજનાલય ટિફીન સેવા ઉપાશ્રય નિર્માણ જિણોદ્વાર પાટ પાટલા ઉપકરણ વિતરણ વગેરે તેમજ ગૌશાળા પાંજરાપોળમાં અનુદાન આદિ અનેક સુકૃતના કાર્ય થઇ રહેલ છે.

(12:01 pm IST)