Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબી તાલુકામાં સગીરાનું અપહરણ કરનાર તમિલનાડુથી ઝડપાયો

 

મોરબી,તા.૧૩ :  મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્‍ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ સગીર વયના બાળકોના અપહરણના ગુન્‍હાના ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઇસમ તમિલનાડુ હોવાની બાતમીને પગલે ટીમને  મોકલી હતી જ્‍યાંથી આરોપી માથુર કન્‍હાઈ સોરેન (ઉ.વ.૩૩) રહે ઓર્રીસ્‍સા વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:01 pm IST)