Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબીમાં યુવાને લીધેલા રૂપિયા પરત આપ્‍યા છતાં અપહરણ કરી માર માર્યો

મોરબી,તા.૧૬ : મોરબીના રહેવાસી યુવાને ચારેક માસ પૂર્વે એક લાખ રૂપિયા ઉછીના લીધા હોય જે પરત આપી દીધા હોવા છતાં બે શખ્‍શોએ વાહનમાં અપહરણ કરી લઇ જઈને યુવાનને માર મારી ધમકી આપ્‍યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 રવાપર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા નીરવ બોપલીયા (ઉ.વ.૨૮) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રોહિત જીલરીયા નામના શખ્‍શ પાસેથી તેને ચારેક માસ પૂર્વે એક લાખ રૂપિયા લીધા હોય જે પરત આપી દીધા છે છતાં ગુરુવારે મોડી રાત્રીના રોહિત જીલરીયા અને એક અજાણ્‍યો ઇસમ આવી બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને કાકા કાઠીયાવાડી હોટલ પાછળ લઇ જઈને પ્‍લાસ્‍ટિક પાઈપ વડે માર માર્યો હતો અને ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા જે બનાવને પગલે યુવાન વહેલી સવારે પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)