Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબી : કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવનારની મનમાની ચાલી, કેતન વિલપરાને ટીકીટ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૩ : મોરબી નગરપાલિકાના ભાજપના ઉમેદવારોનું ગુરુવારે લીસ્‍ટ જાહેર કરવામાં આવ્‍યું હતું જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાના નામની બાદબાકી જોવા મળી હતી એટલું જ નહિ વોર્ડ નં ૦૮ માંથી ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીતભાઈ કામરીયાને ટીકીટ આપવામાં આવી હતી જોકે લીસ્‍ટ જાહેર થયાના ૨૪ કલાક વીત્‍યા નથી ત્‍યાં ભાજપ પક્ષપલટો કરીને આવેલા સામે ઝુકી પડી હતી અને ઉમેદવારોના લીસ્‍ટમાં ફેરફાર કરવામાં આવ્‍યા હતા જે અંગે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્‍યું હતું કે વોર્ડ નં ૧૦ માંથી કેતન વિલપરાને ટીકીટ આપવામાં આવી છે તો વોર્ડ ૧૦ માંથી ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત ૮ નંબર વોર્ડમાંથી ચુંટણી લડશે

ભાજપે પક્ષપલટુને સાચવવા પોતાના પૂર્વ પ્રમુખનું બલિદાન આપ્‍યું?

 મોરબી પાલિકાના ઉમેદવારોના નામોની યાદીમાં ફેરફાર કરવાની પક્ષને ફરજ પડી હતી ત્‍યારે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ કેતન વિલપરાને સાચવવા ભાજપે પોતાના સૈનિકનું બલિદાન આપ્‍યાનો ઘાટ જોવા મળે છે કેતન વિલપરાને વોર્ડ નં ૧૦ માંથી ટીકીટ આપી છે જેથી પ્રભુભાઈ ભૂતને ૮ નંબર વોર્ડમાંથી ટીકીટ ફાળવી છે તો ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીતભાઈ કામરીયા જેનું નામ ગઈકાલે યાદીમાં હતું તેનું નામ કમી થયું છે.

(12:09 pm IST)