Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદર : પોરબંદર પોલીસ દ્વારા ફલેગ માર્ચ

આગામી નગરપાલીકા ચુંટણી-૨૦૨૧ અનુસંધાને પોલીસ અધિક્ષક  ડો.રવી મોહન સૈની  દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થા સુચારૂ જળવાય તે માટે પો.સ્‍ટે.વિસ્‍તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  જે.સી.કોઠીયા  તથા કીર્તિમંદિર પોલીસ સ્‍ટેશનનાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  એચ.એલ.આહિર  તથા ડી-સ્‍ટાફ પીએસઆઇ આર.એલ.મકવાણા તથા પી.એસ.આઇ. બી.એસ.ઝાલા તથા કીર્તિમંદિર પોલીસ સ્‍ટાફના માણસો સાથે કીર્તિમંદિર પો.સ્‍ટે.વિસ્‍તારમાં જરૂરી ફુટ પેટ્રોલીંગ કરી એરીયા ડોમીનેટ તથા ફ્‌લેગ માર્ચ કરવામાં આવેલ છે.અને વિસ્‍તારના માણસોને આગામી નગરપાલીકા ચુંટણી દરમ્‍યાન કાયદો વ્‍યવસ્‍થા સુચારૂ જળવાય તે માટે જરૂરી માર્ગદશન આપેલ છે અને હાલમાં કોરોના વાયરસનું સંક્રમણની સંભાવના રહેલી હોય જેથી કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા બાબતે ફરજીયાત માસ્‍ક પહેરવા,લોકો વચ્‍ચે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ રાખવા તથા સેનીટાઈઝર થી હાથ અવાર નવાર સેનેટાઈઝ કરવા તથા વધુમાં વધુ હેન્‍ડવોશનો ઉપયોગ કરવા વગેરે બાબતે અવરનેશ કરવામાં આવેલ છે ફલેગ માર્ચની તસ્‍વીર.

(12:03 pm IST)