Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગરમાં સવા લાખનો દારૂ મકાનમાંથી ઝડપાયો : આરોપી ઝબ્‍બે

જામનગર, તા. ૧૩ :  પોલીસ વડા શ્રી દીપન ભદ્રની સુચના મુજબ તથા એલ.સી.બી.ના પો. ઇન્‍સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના અધિકારી તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં પ્રોહીજુગાર કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના હરદિપભાઇ ધાધલ તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે રાંદલનગર રોડ, શાંતિનગર શેરી નં. ૭ના છેડે રહેતા આરોપી દશરથસિંહ ધનશ્‍યામસિંહ જાડેજાના મકાનમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ -૩૩૬ કિ. રૂા. ૧,૩૪,૪૦૦ તથા મો. ફોન. ૦૧ના મુદ્દામાલ સાથે પકડી પાડી, મજકુર આપી વિરૂદ્ધ પો. કોન્‍સ. યોગરાજસિંહ રાણા એ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિં વાળાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્‍લાય કરનાર કરશન ઉર્ફે ક નુ સોમજીભાઇ વાઘેલા રહે. ગોકુલનગર, મોબાઇલ પાનવાળી ગલીમા, જામનગર વાળાને ફરારી જાહેર કરેલ છે.  આ કાર્યવાહી પો. સ.ઇ. કે.કે. ગોહીલ તથા બી.એમ. દેવમુરારી તથા એલ.સી.બી. સ્‍ટાફના માડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ, સરવૈયા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, રઘુવીરસિંહ પરમાર, દિલીપ તલાવડીયા, હીરેનભાઇ વરણવા, પ્રતાપભાઇ ખાચર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા, એ.બી. જાડેજા તથા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:03 pm IST)