Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સત્યસાંઈ વિદ્યાલય- જામનગરમાં નેવી વિંગ્સના કેડેટસ માટેનો તાલીમ કેમ્પ વિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન

જામનગર,તા.૧૩: શ્રી સત્ય સાંઈ વિદ્યાલયમાં નેવી વીંગ્સનાં કેડે્ટસ માટે CATC કમબાઈન્ડ એન્યુઅલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાર્ષિક યોજાતા આ પાંચ દિવસીય કેમ્પમાં રાજકોટ, ખંભાળિયા, જામનગર, પડધરીથી ૧૪૯ નેવલ કેડે્ટસે (સિનિયર ડિવિઝન- સિનિયર વીંગ) ભાગ લીધો હતો. જેમાં કેડ્ેટસને શીપ મોડેલીંગ, નેવીગેશન, ફાયર ફાઈટીંગ, ડ્રીલ પ્રેકટીસ વગેરે પ્રકારની તાલીમ આપી ''B'' તથા ''C'' સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ સંપન્ન થયો જેમાં કેડ્ેટસ દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રુપ કમાન્ડર કર્નલ કે. એસ. માથુરે ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલી હતી. કેમ્પ કમાન્ડર લેફટ કમાન્ડર કે.એસ. પોસવાલ (ગુજરાત એનસીસી નેવલ યુનિટ) નાં માર્ગદર્શન અનુસાર નેવલ યુનિટનાં  પીઆઈ સ્ટાફ તથા એએનઓએ કેડ્ેટસને વિવિધ તાલીમ આપી હતી.

આ કેમ્પમાં લેફટ કર્નલ રામનાથ શેટ્ટી- ગ્રુપ ટ્રેનીંગ ઓફિસર, કર્નલ મનોજ કુમાર કમાંડીંગ ઓફિસર ૨૭ ગુજરાત એનસીસી બટાલીયન, કર્નલ મનીષ મલ્હોત્રા એડમ ઓફિસર, ૨૭ ગુજરાત એનસીસી બટાલીયન તેમજ અતિથિ વિશેષ શ્રીમતી શાલીની ત્યાગી (આચાર્યશ્રી સત્યસાંઈ વિદ્યાલય) તથા એરકોમોડર (સેવાનિવૃત) એસ.એસ. ત્યાગી, વાયુસેના મેડલ તેમજ એડમીન હેડ ગિરીરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાી હતા. અતિથિ વિશેષ દ્વારા કેડ્ટસને સર્ટિફિકેટસ તથા પારિતોષક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રુપ કમાન્ડર કર્નલ  કે.એલ. માથુરે નેવલ કેડેટસનાં કઠોર પરિશ્રમને બિરદાવ્યો હતો. કેમ્પની સુવિધાઓ માટે રાજવી પરિવાર તથા શાળા મેનેજમેન્ટનો આભાર વ્યકત કર્યો હતો.

(12:40 pm IST)