Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બગસરાના લુંધીયા ગામે ઝેર પી આપઘાત કરનાર પત્નિના વિયોગમાં બે માસ પછી પતિએ જીંદગી ટંૂકાવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૩: બગસરા તાલુકાના લુંધીયા ગામે રહેતા અજયભાઇ વલકુભાઇ માથાસુરીયાની પત્નિનું બે માસ પહેલા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ હતું. જેથી પોતાને લાગી આવતા તા. ૭/૨ પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર માટે બગસરા સુજલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યાનું સુરેશ ઉર્ફે સુરજભાઇ માથાસુરીયાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મારા મારી ધમકી આપી

નાગેશ્રીના પાટી માણસા ગામે રહેતી વર્ષાબેન મગનભાઇ બાંભણીયા ઉવ. ૨૯ તેમજ મધુ કાના બાંભણીયા અને તેના પત્નિ ભાણીબેન મધુભાઇ બાંભણીયા એક વર્ષ પહેલા બાપદાદાની જમીનમાં ભાઇઓ ભાગ પાડેલ. જેમનુ દુઃખ રાખીને વર્ષાબેન તેમના કૌટુબીંક જેઠ રાઘવભાઇના ખબર અંતર પુછવા ગયેલ હતા. જ્યા આવીને ઉપરોકત પતિ -પત્નિએ ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દેશી દારૂ ઝડપાયો

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિલિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં વ્યાજે ખોર ઇસમો તેમજ લેન્ડ ગ્રેબર્સનો ભોગ બનનાર અરજદારોના લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હોય. જે લોકદરબારમાં લોકો દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતિ અંગે પણ બાતમી આપવામાં આવેલ હોય. જે લોકો દ્વારા આપવામાં આવેલ બાતમી વાળા સ્થળોએ રેઇડો કરી પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ લીટર ૩૪ કિ.રૂ. ૭૩૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૦ કિં.રૂ. ૬૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

રેતીની ચોરી કરતા ઝડપાયો

ચલાલાના કમીકેરાળા ગામે રોયલ્ટી પરમીટ વગર રેતી ચોરી કરતા ટ્રેકટર ચાલક પરેશ હિંમતભાઇ દાભી રહે. ચલાલાવાળાને ૪ ટન રેતી, ટ્રેકટર ટ્રોલી અને સાધનો  મળી કુલ રૂ. ૪,૦૪૫૦૦ના મુદ્દામાલ સાથે લોકરક્ષક મહેન્દ્રસિંહ સરવૈયાએ ઝડપી પાડ્યો હતો.

જીવાપરમાં મારામારી

ખાંભા તાલુકાના જીવાપર ગામે રહેતા બે કુટુંબીઓ વચ્ચે લાકડી અને છુટા પથ્થર વડે સામસામી મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા તાલુકાના જીવાપર ગામે રહેતા ભરતભાઇ દેહાભાઇ પરમાર (ઉવ.૪૫)ને વિજય રમેશ, રમેશ દેસા, વિલાસબેન રમેશભાઇએ ગાળો બોલી લાકડી વડે મારમારી છુટા પથ્થરના ઘા કરી ઇજા કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે વિલાસબેન રમેશભાઇ પરમાર ઉવ. ૪૦ને ભરત દેશા પરમારે ગાળો બોલી લાકડી વડે મારમારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:12 pm IST)