Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં દીયર-ભોજાઈએ સામસામે ઉમેદવારી નોંધાવી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :. નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧માં દીયર-ભોજાઈ સામસામે ચૂંટણી લડી રહેલ છે. નગરપાલિકા વોર્ડ નં. ૧માં ભાજપ દ્વારા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઈ બાપોદરાના પત્ની પાયલબેનને ટીકીટ આપી છે. જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી અજયભાઈના સગાભાઈ વિજયભાઈ બાપોદરાને ટીકીટ આપતા બન્ને દીયર-ભોજાઈ સામસામે ચૂંટણી લડી રહેલ છે.

(12:45 pm IST)