Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદર બસપાના પ્રદેશ મહામંત્રી સહિત ર૦ થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી જિલ્લા પ્રભારી જહોન કોરડીનેટર પોપટભાઇ ચાંચીયા અને તેમની સાથે સગર સમાજના આગેવાન સામતભાઇ કડાવલા, જેઠાભાઇ ચાવડા, નારણભાઇ ચાંચીયા, દિનેશ મારૂ, પ્રફુલ બગડા અને બહુજન સમાજ પાર્ટીના  ર૦ થી વધુ આગેવાનો કોંગ્રેસની વિચારધારામાં જોડાયા છે. તેમને ગુજરાત કોંગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમીતીના આગેવાન સામતભાઇ ઓડેદરા જીલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા એનએસયુઆઇના પ્રમુખ કિશનભાઇ રાઠોડ અને કોંગ્રેસ સમીતીના વરિષ્ઠ આગેવાનોને આવકાર આપીને તેમનું કોંગ્રેસની વિચારધારામાં સ્વાગત કર્યુ.

(12:46 pm IST)