Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાણાવાવ તાલુકા ભાજપ મહામંત્રી કોંગ્રેસમાં જોડાઇને બપોદર સીટ ઉપર ઉમેદવારી નોંધાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ : રાણાવાવ તાલુકા ભાજપના મહામંત્રી રામભાઈ દુદાભાઈ બપોદરા આજે કોંગ્રેસની વિચારધારામાં જોડાયા છે. તેમને ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન સામતભાઈ ઓડેદરા જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરા કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરજનભાઈ સોલંકી, રાણાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાખાભાઈ દાસા, રાજુભાઈ રાતીયા અને કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનોને આવકારો આપી તેમણે પંચાયતની બપોદર સીટ ઉપરથી કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.     

(12:46 pm IST)