Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શાપરમાં પડોશીઓ વચ્ચે જુના મનદુઃખમાં મારામારીઃ બે ઘવાયા

રાજકોટ તા. ૧૩: શાપર વેરાવળનના ગોવિંદનગરમાં પડોશીઓ વચ્ચે મારામારી થતાં બે વ્યકિતને ઇજા થઇ હતી.

શાપર ગોવિંદનગરમાં રહેતાં પાલાભાઇ ઉગાભાઇ બગડા (ઉ.વ.૪૬)ને પડોશી સાગર, સંજય, કાનો સહિતે પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે સામા પક્ષે સાગર જીવણભાઇ રાઠોડ (ઉ.વ.૨૫) પણ પોતાને રવિ બગડાએ લાકડીથી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સભાડે શાપર પોલીસને જાણ કરી હતી. સાગરના સગાના કહેવા મુજબ જુના મનદુઃખને લીધે આ મારામારી થઇ હતી.

(12:54 pm IST)