Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જૂનાગઢમાં કુરિયર મારફતે પાર્સલ દ્વારા મંગાવેલ ૧૦૭ બોટલ વિદેશી દારૂ પકડાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૩ : દારૂના ધંધાર્થીઓ અને પ્‍યાસીઓ દારુ માટે નીત નવા નુસખા અપનાવતા હોય છે. પરંતુ પોલીસની શાતીર નજરથી આવી પ્રવૃતિ પકડાઈ જતી હોય છે. આ જ પ્રમાણે કુરીયર મારફતે પાર્સલ દ્વારા મંગાવવામાં આવેલ ૧૦૭ બોટલ વિદેશી દારૂ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્‍ચે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્‍ચે પકડી પાડતા દારૂના ધંધાર્થીઓનું વધુ એક ષડયંત્ર ખુલ્લુ પડી ગયુ છે.

આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢમાં આઝાદ ચોક પાસેનાસંવાદ કોમ્‍પલેક્ષના અંડર ગ્રાઉન્‍ડમાં આવેલ નંદન કુરીયરમાં પાર્સલ દ્વારા દારૂનો જથ્‍થો આવ્‍યો હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઈ ભાટી તથા પી.એસ.આઈ. બડવાના માર્ગદર્શનમાં હેડ કોન્‍સ્‍ટેબલ શબીર ખાન વગેરે ધસી ગયા હતા.

તપાસમાં રૂા.૬૨,૩૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૦૭ બોટલનું પાર્સલ મળી આવતા પોલીસે કબ્‍જે કર્યુ હતું. આ બારામાં એલસીબીએ જૂનાગઢના નંદનવન વિસ્‍તારનો ફીરોજ હાજી બ્‍લોચ તથા વાહીદ કુરેશી અને દારૂ મોકલનાર મો. નં.૭૯૮૮૪ ૪૯૫૦૫ નંબરનો ધારક અમિત નામના શખ્‍સ વિરૂદ્ધ કાર્યવાહી કરાવવામાં આવી હતી.

વિશેષ તપાસમાં બી. ડીવીઝનના પી.એસ.આઈ. એ.કે.પરમાર ચલાવી રહ્યા છે.

(12:57 pm IST)