Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધીરે ધીરે ગરમીમાં વધારો

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો આવતા ઠંડીમાં ઘટાડો

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીરે-ધીરે ગરમીમાં વધારો થઇ રહ્યો છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે આવ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરનું આજનું લઘુત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી, મહત્તમ ૩૧.૫ ડિગ્રી, ભેજ ૭૫ ટકા અને પવનની ઝડપ ૩ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

જૂનાગઢ

જુનાગઢ : જૂનાગઢ તેમજ ગિરનાર પર આજે ઠંડીમાં ધરખમ ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી.

શુક્રવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૧.૩ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ૨.૧ ડિગ્રી ઉપર ચડીને ૧૩.૪ ડિગ્રીએ સ્‍થિર થતાં સોરઠભરમાં આજે ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

જૂનાગઢ ગિરનાર પર્વન ખાતે સવારનું લઘુત્તમ તાપમાન ૮.૪ ડિગ્રી રહેતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૩ કિમીની રહી હતી.

દરમિયાન હજુ આગામી દિવસોમાં પણ ઠંડીમાં રાહત રહેવાની શક્‍યતા હવામાન વિભાગે દર્શાવી છે.

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર         

લઘુત્તમ તાપમાન

 

ગિરનાર પર્વત

૮.૪

ડિગ્રી

નલીયા

૧૦.૦

,,

જુનાગઢ

૧૧.૩

 

અમદાવાદ

૧૬.૦

,,

ડીસા

૧૪.૮

,,

વડોદરા

૧૬.૪

,,

સુરત

૧૮.૪

,,

રાજકોટ

૧૬.૨

,,

કેશોદ

૧૨.૬

,,

ભાવનગર

૧૮.૬

,,

પોરબંદર

૧૪.૦

,,

વેરાવળ

૧૮.૪

,,

દ્વારકા

૧૮.૪

,,

ઓખા

૧૭.૮

 

ભુજ

૧૭.૫

,,

સુરેન્‍દ્રનગર

૧૦.૦

,,

ન્‍યુ કંડલા

૧૬.૬

,,

કંડલા એરપોર્ટ

૧૩.૬

,,

અમરેલી

૧૩.૬

,,

ગાંધીનગર

૧૭.૩

,,

મહુવા

૧૪.૦

,,

દિવ

૧૪.૭

,,

વલસાડ

૧૪.૧

,,

જામનગર

૧૬.૬

,,

વલ્લભ વિદ્યાનગર

૧૬.૧

,,

 

 

(1:06 pm IST)