Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ રહેતા રાણાવાવના શખ્‍સના હોન્‍ડાની ચોરીનો ૬ વર્ષનો ભેદ ખૂલ્‍યો : જૂનાગઢના બાવાજી શખ્‍સની ધરપકડ

રીક્ષા ચલાવતો હોઇ, નશાની આદતના લીધે નાણાંની જરૂર પડતા ચોરી કર્યાની કબૂલાત

જૂનાગઢ,તા. ૧૩: તળાવ દરવાજા, ઇન્‍દ્રલોક આર્કેડ પાસે સને-૨૦૧૫ માં ધવલભાઇ કલ્‍યાણજીભાઈ પરમાર રહે. આલાપ ગ્રીન સીટી ની પાસે રૈયા રોડ રાજકોટ વાળાનું હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર GJ11N4024 નું પાર્ક કરેલ હતું, ત્‍યાંથી ચોરી કરવામાં આવતા, જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્‍હો નોંધાયેલ.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.જી. ચૌધરીની સૂચના મુજબ એ.એસ.આઇ. એમ.ડી. માડમ વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ,પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ એ.ડીવી. પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાળવા ચોક માં પો.કોન્‍સ. વનરાજસિંહ તથા અનકભાઈને મળેલ બાતમી આધારે સરદારના બાવલા ખાતે આરોપી (૧) વિજય પ્રકાશભાઈ રામાનુજ બાવાજી ઉંવ. ૩૫ રહે. મધુરમ શુભમ ડીલકસ પાનની સામેની શેરી, સાજીદ ખાન ના મકાનમાં, જૂનાગઢને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા મોટર સાયકલ સાથે પોલીસ સ્‍ટેશન લાવી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

શંકાસ્‍પદ મોટર સાયકલ ના એન્‍જીન ચેસીસ નમ્‍બર આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્‍લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ ધવલભાઇ કલ્‍યાણજી પરમાર રહે. જૂની પોસ્‍ટ ઓફિસ રોડ, રાણાવાવ જીલ્લો પોરબંદરનું સરનામું મળતા, આરોપી ભાંગી પડેલ અને આ હીરોહોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ આજથી ૬ વર્ષ પહેલા ઇન્‍દ્રલોક આર્કેડ, તલાવ દરવાજા ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ બાબતે બીડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ઉપરોક્‍ત ગુન્‍હો નોંધાયેલ હતો. જેથી, એ ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ કિંમત રૂ. ૧૫,૦૦૦/- નું કબજે કરવામાં આવેલ હતું અને આરોપીને ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

ઉપરાંત, પકડાયેલ આરોપી વિજય પ્રકાશભાઈ રામાનુજ જાતે બાવાજી બાબતે પણ પોકેટ કોપ એપ્‍લિકેશનમાં સર્ચ કરવામાં આવતા ભૂતકાળમાં સઅને ૨૦૧૭ની સાલમાં પ્રોહીબિશનનાના ૦૨ ગુન્‍હા તથા કેફી પીણું પીને વાહન ચલાવવાના ૦૧ એમ ૦૩ ગુન્‍હામાં, ૨૦૧૮ ની સાલમાં ચોરીના ૦૨ ગુન્‍હામાં, ૨૦૧૯ ની સાલમાં ૦૪ ચોરીના ગુન્‍હામાં તેમજ સને ૨૦૨૦ ની સાલમાં કેફી પીણું પીને વાહન ચલાવવાના ૦૧ ગુન્‍હાઓ મળી, આશરે એક ડઝન ગુન્‍હાઓમાં પકડાયેલ હોવાની વિગતો પણ જાણવા મળેલ હતી. પોતે રીક્ષા ડ્રાઈવિંગ કરતો હોય, નશાની આદત હોય, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરીની કબૂલાર્તં કરવામાં આવેલ છે.

(1:11 pm IST)