Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દિલ્‍હી આંદોલનના સમર્થનમાં વિસાવદરમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ખેતઓજારો લઇને ટ્રેકટરમાં બેસીને નવતર ઢબે ફોર્મ ભર્યા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા. ૧૩ : ગઇકાલે સ્‍થાનિક ધારાસભ્‍ય હર્ષદભાઇ રિબડીયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરિયાની આગેવાની તળે વિસાવદર તાલુકા પંચાયત - જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ તગારા, પાવડા, ખેતઓજારો ધારણા કરી ટ્રેકટરમાં સવાર થઇ નવતર ઢબે ફોર્મ રજુ કર્યા હતા અને દિલ્‍હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

(1:33 pm IST)