Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કાલે જામનગર વોર્ડ નં. ૯માં પૂર્વ મેયર સનતભાઈ મહેતા દ્વારા બૌદ્ધિક સંમેલન-ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ

આર.સી. ફળદુ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, પૂનમબેન માડમ સહિતના ઉપસ્‍થિત રહેશેઃ કોંગ્રેસના અસંખ્‍ય આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાશેઃ ભાજપની પેનલને જીતાડવા પૂર્વ મેયર સહિતના આગેવાનો મેદાનમાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :. જામનગર કોર્પોરેશનની ચૂંટણીનો ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે અને ઉમેદવારો દ્વારા વિસ્‍તારવાઈઝ લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે ત્‍યારે કાલે તા. ૧૪ને રવિવારે સાંજે ૭ વાગ્‍યે કલ્‍યાણજી મંદિર ચોક જામનગર ખાતે પૂર્વ મેયર સનતભાઈ મહેતા મિત્ર મંડળ અને કલ્‍યાણ યુવા ગ્રુપ દ્વારા વોર્ડ નં. ૯નું બૌદ્ધિક સંમેલન તથા ભાજપના ઉમેદવારો નિલેશભાઈ કગથરા (જૈન), ધીરેનભાઈ મોનાણી, કુસુમબેન પંડયા, ધર્મિનાબેન સોઢા (બારડ)નો અભિવાદન સમારોહ યોજાશે.

આ તકે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો મોટી સંખ્‍યામાં ભાજપમાં જોડાશે. વોર્ડ નં. ૯મા ટીકીટ મુદ્દે અસંતોષ છવાયા બાદ હવે પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ ભાજપની પેનલને જીતાડવા માટે કવાયત હાથ ધરી છે.

આ તકે રાજ્‍યમંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર ભાજપ અધ્‍યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર રાજુભાઈ શેઠ, ભરતભાઈ મહેતા, પ્રવિણભાઈ માડમ તથા વોર્ડ નં. ૯ના ભાજપ પ્રમુખ ભાવેશભાઈ કોઠારી સહિતના ઉપસ્‍થિત રહેશે.

નગરજનોને ઉપસ્‍થિત રહેવા જામનગરના પૂર્વ મેયર અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પૂર્વ ડાયરેકટર તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના પૂર્વ બોર્ડ મેમ્‍બર સનતભાઈ મહેતાએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

સફળ બનાવવા કલ્‍યાણ યુવા ગ્રુપ-પૂર્વ મેયર સનતભાઈ મહેતા તથા કારોબારી સભ્‍યો રૂપાભાઈ સોની, વિમલ પારેખ (કાનો), વિમલ શાહ (બાલાભાઈ), આનંદભાઈ જોશી, આશિષભાઈ મહેતા, કિરીટસિંહ જાડેજા, જયેશભાઈ પટેલ, રતુભા જાડેજા, કિશોર મોનાણી, સંજયભાઈ કપ્‍ટા, વૈભવ મહેતા, મનીષ મોનાણી, જીજ્ઞેશભાઈ ધોરાજીયા, પંકજભાઈ દવે સહિતના જહેમત ઉઠાવે છે.

(1:37 pm IST)