Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનેદાર પરસોતમ ભાઈ વધાસીયાના એમબીબીએસનો મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા પૂત્ર કૌશલનો ગળેફાંસો ખાઈને આપધાત : મેડીકલ અભ્યાસ કિજીસ્તાન - રશીયા એડમીશન લીધું 'તું : ઓનલાઈન મેડીકલ અભ્યાસ કરતો હતો પરંતુ અભ્યાસના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ ને આપધાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

ધોરાજી:::ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનેદારના મેડીકલ અભ્યાસ કરતાં યૂવાન પૂત્રએ ગળેફાંસો ખાઈને આપધાત કરતાં પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે. 

 પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં પ્લાસ્ટીક કારખાનેદાર પરસોતમ ભાઈ વધાસીયાનો એમબીબીએસનો મેડીકલ  કોલેજમાં અભ્યાસ કરતા પૂત્ર કૌશલ પરસોતમભાઈ વધાસીયા( ઉ.૧૮) એ અગમ્ય કારણોસર પોતાના ધરે ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા આ બનાવ અંગે પોલીસ ને જાણ થતાં પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે

આ બનાવ અંગે પોલીસ ના તપાસનીશ અધિકારી એમ.ડી મકવાણા એ જણાવ્યું હતું કે મૃતક કૌશલ પરસોતમભાઈ વધાસીયા એમબીબીએસ મેડીકલ અભ્યાસ કિજીસ્તાન ,રશીયા એડમીશન લીધું હતું હાલ માં ઓનલાઈન મેડીકલ અભ્યાસ કરતો હતો અભ્યાસ ના ટેન્શન માં ગળેફાંસો ખાઈ ને આપધાત કરી લીધો હોવા નૂ પોલીસની  પ્રાથમિક  તપાસમાં ખુલ્યું છે.

(4:21 pm IST)