Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ખંભાળિયા નગર પાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ડિપોઝીટ પેટે સિક્કા લઈને પહોંચતા કુતુહલ

ખંભાળિયા નગર પાલિકા ચૂંટણીમાં ઉમેદવાર ફોર્મ ભરવા સિક્કા લઈને પહોંચ્યા હતા ખંભાળિયા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર રેખાબેન ભગવાનજી વાઘેલા વોર્ડ નંબર 5 નું ફોર્મ ભરવા સમયે ચલણી સિક્કા રજૂ કરતા કુતુહલ સર્જાયું હતું

ગરીબ વર્ગના ઉમેદવારએ પેસાનો ગલ્લો તોડી ડિપોઝીટ ભરી હોવાનું કહેવાયું હતું .

(6:48 pm IST)