Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં અજાણ્યા શખ્શે કોંગ્રેસના મેન્ડેડ ફાડી નાખ્યા

શહેર કૉંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરાવવા જતા હતા ત્યાં એક-બે મેન્ડેટને બાદ કરતા તમામ મેન્ડેટ ફાડી નાખ્યા

પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કોંગ્રેસના મેન્ડેડ ફાડી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેર કૉંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરાવવા માટે નગરપાલિકા જતા હતા. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરણ મોરીના હાથમાંથી મેન્ડેટ ઝૂંટવી ફાડી નાંખવામાં આવ્યું હતું. એક-બે મેન્ડેટને બાદ કરતા તમામ મેન્ડેટ ફાડી નાખ્યા હોવાની માહિતી સામે આવી છે. કુલ 9 વોર્ડના મેન્ડેટ હતા, જેમાંથી બે વોર્ડના મેન્ડેટ બાદ કરતાં મેન્ડેટ ફાડી નાંખવામાં આવી છે.

(7:06 pm IST)