Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

માળિયાના જુના ઘાટીલા ગામે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામના ઝાપા પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી લઈને દારૂની ૦૭ બોટલનો મુદામાલ કબજે લીધો છે
  માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાટીલા ગામના આથમણા ઝાપા પાસેથી આરોપી રજાક હમીર ચાનિયા (ઉ.વ.૩૯) (રહે જુના ઘાટીલા વાળા) ને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭ કીમત રૂ ૨૧૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

(1:00 am IST)