Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

મોરબીના નાની વાવડી નજીક પ્રેમીપંખીડાએ દવા પીધા બાદ અગ્નિસ્નાન કર્યું : મહિલાનું મોત.

મહિલાનું મોત જયારે પરિણીત પુરુષ સારવાર હેઠળ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના નાની વાવડી-બગથળા ગામ નજીક પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીધા બાદ અગ્ન પછેડી ઓઢી લેતા મહિલાનું મોત થયું હતું જયારે પુરુષને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભડિયાદ ગામના રહેવાસી સંગીતાબેન દેવજીભાઈ પરમાર (ઉ.વ.૨૪) અને જ્યોતીન્દ્ર રજનીકાંતભાઈ નાગર (ઉ.વ.૨૪) નામના પરિણીત પ્રેમી યુગલે નાની વાવડી ગામ નજીક બગથળા રોડ પર પ્રથમ ઝેરી દવા પીધા બાદ અગ્નિસ્નાન કરી લીધું હતું જે બનાવમાં સંગીતાબેન પરમારને સારવાર મળે તે પૂર્વ જ મોત થયું હતું તો જ્યોતિન્દ્ર નામના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જ્યાં હાલ યુવાનની સારવાર ચાલી રહી છે
બનાવ મામલે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જ્યોતિન્દ્રભાઈ પરિણીત છે તેઓ પાણીના કેરબાની ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેને ભડિયાદ ગામના સંગીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને સંગીતાબેન પણ પરિણીત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બંને પ્રેમી પંખીડાએ સાથે ઝેરી દવા પીધા બાદ જાત જલાવી હતી જેમાં સંગીતાબેનનું મોત નીપજ્યું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:02 am IST)