Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

જૂનાગઢમાં એટ્રોસીટી કોર્ટ સામે આરોપીને જાનથી મારી નાખવાની ધમકી

ફરિયાદ કરનાર ઈસમે જ ધમકી દીધી હોવાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્‍તારમાં રહેતો સુરેશ મનસુખભાઈ ગોંડલીયા નિખિલ ચીમનભાઈ મકવાણા અને રણજીત મુન્નાભાઈ મકરાણી તેમજ સાજીદ ઉર્ફે ચોટી ગોકળભાઈ શેખ સહિત ૪ શખ્‍સો એટ્રોસીટીનાં કેસમાં સોમવારે બપોરે ત્રીજા એડિશનલ સેશન્‍સ જજની એટ્રોસીટી કોર્ટમાં હાજર થયા હતા. ત્‍યારે સુરેશ ગોંડલીયા કોર્ટ સામેના ભાગે ગ્રીલ પાસે ઉભો હતો ત્‍યારે એટ્રોસીટીનો કેસ કરનાર ફરિયાદી સુલી નાનજીભાઈ ચાવડાએ આવી તેનો હાથ પકડી ગાળો દેવા લાગ્‍યો હતો અને તારી ઉપર એકવાર તો મે ખોટી એટ્રોસીટી લગાડેલ છે અને બીજી વાર પણ તારી ઉપર ખોટી એટ્રોસીટી લગાડીશ, મને ક્‍યાંય એકલો મળતો નહીં બાકી તને હું જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને નાસી ગયો હતો. આ અંગે સુરેશ ગોંડલીયાની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે સુલી ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:49 pm IST)