Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

જુનાગઢ ટ્રાફિક માસની ઉજવણી અંતગર્ત પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો

જુનાગઢઃ એસપી. હર્ષદ મહેતાની સુચના મુજબ શહેર ટ્રાફિક અને જીલ્લા હાઇવે ટ્રાફિકના પી.એસ.આઇ. એસ.એન. જાડેજા દ્વારા ટ્રાફીક માસની ઉજવણી કાર્યક્રમ અંતગર્ત પત્રિકા વિતરણ તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે લોકોને ગુલાબ આપી સન્‍માન કરેલ અને રેડિયમ રિફલેટર ગોળચંદા વાહનોમાં લગાવવામાં લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેવો પ્રયત્‍ન કરવામાં આવેલ અને લોકોને ટ્રાફિક નિયમન અને અકસ્‍માત નિવારવા અંગે સમજણ આપવામાં આવી હતી. ગત તા.૧૫ જાન્‍યુ. થી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:51 pm IST)