Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઇ

કેશોદ, તા., ૧૩:  લોહાણા ક્રાંતિ સેના એ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કર્યું હતું. ધારાસભ્‍ય દેવાભાઈ માલમ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠક્કર ઉપરાંત જ્ઞાતિના આગેવાનોની ઉપસ્‍થિતિમાં  ટુર્નામેન્‍ટનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.  લોહાણા ક્રાંતિ સેના આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પણ મુખ્‍ય ઉદેશ્‍ય લોહાણા સમાજના યુવાનો ખેલરસીકોમા એકતાનો સંચાર થાય અને રમતગમત ક્ષેત્રમાં લોહાણા જ્ઞાતિ તરફથી નવું પ્‍લેટફોર્મ આપી પ્રોત્‍સાહિત કરવાનો હોય છે જેટલી ટીમોએ પોતાની અંદર છુપાયેલ કૌશલ્‍ય જ્ઞાતિ સમાજને બતાવ્‍યું હતું.

 ક્રિકેટ ટુર્નામેન્‍ટના ટ્રોફીના સૌજન્‍ય ડૉ. અજય સાંગાણી. સાંગાણી હોસ્‍પિટલ, સ્‍ટેજ ગેઈટના સૌજન્‍ય ભાવેશભાઈ ચંદુભાઈ ખોડા. આકાશ રેડીમેઈડ અને નાસ્‍તાના સૌજન્‍ય ડો.સ્‍નેહલ તન્ના અને શ્‍યામ સિરોદરીયા રહ્યાં હતાં.  ટુર્નામેન્‍ટના સમાપન કાર્યક્રમમા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,પાર્થ કોટેચા પ્રમુખ જુનાગઢ જીલ્લા ક્રિકેટ એસોસિયેશન અને ઓમ કાનાબારે ઈન્‍ડિયા અંડર ૧૯ ક્રિકેટ પ્‍લેયર ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતાં. કેશોદ ખાતે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવ્‍યાં બાદ રચનાત્‍મક ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

(2:15 pm IST)