Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

રાઘવજીભાઇ પટેલની નાદુરસ્‍તી તબિયતના કારણે ર મંત્રીઓને જવાબદારી સોંપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :  રાઘવજીભાઇ પટેલ, મંત્રી કળષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસની નાદુરસ્‍ત તબિયતના કારણે સારવાર હેઠળ છે. તેઓ હાલ સ્‍વસ્‍થ છે, અને ખૂબ જ ટૂંકાગાળામાં પુનઃ કાર્યરત થઇ જશે.

તેમની ગેરહાજરીમાં૧૫મી વિધાનસભાના ચોથા સત્રની તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજની તેમને સોંપાયેલ કામગીરી અગાઉ થી સમયપત્રકમાં સામેલ હોવાર્થીં આ કામગીરી તેમના વિભાગોના રાજયકક્ષાના મંત્રીઓને સોંપવામાં આવેલ હતી.

માત્ર વિધાનસભાની તા.૧૨/૦૨/૨૦૨૪ની કળષિ અને પશુપાલન વિભાગની પ્રશ્‍નોતરીના વિધાનસભામાં ગળહમાં જવાબ આપવાની જવાબદારી  બચુભાઈ ખાબડ (રાજ્‍યકક્ષાના મંત્રી કળષિ)ને સોંપવામાં આવેલ. તેમજ અંદાજપત્ર પરની સામાન્‍ય ચર્ચા પરની માન.રાઘવજીભાઈ પટેલની પ્રવચનની તેમજ ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્‍નોતરીની તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજની કામગીરી  કુંવરજીભાઈ હળપતિ (માન.રાજ્‍યકક્ષા મંત્રી ગ્રામ વિકાસ)ને સોંપવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજની મંત્રી રાઘવજીભાઇ પટેલે વિધાનસભા ગળહમાં કરવાની થતી કામગીરી પુરતી જ જવાબદારી આ બંને મંત્રીઓને સોંપવામાં આવેલ હતી.

(1:57 pm IST)