Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ઉના-ગીરગઢડા તાલુકામાં કોવિડ કેર હોસ્‍પિટલ શરૂ કરવા પુંજાભાઇ વંશ દ્વારા મુખ્‍યમંત્રીને રજૂઆત

ઉના તા. ૧૩ :.. ઉના - ગીરગઢડા તાલુકામાં કોવીડ કેર હોસ્‍પીટલ શરૂ કરવા રેમડેસીવર ઇન્‍જેકશન ત્‍થા જરૂરી દવા ઉપલબ્‍ધ કરવા ધારાસભ્‍ય પુંજાભાઇ વંશે મુખ્‍યમંત્રી તથા કલેકટરને રજૂઆત કરી છે.

ધારાસભ્‍ય પુંજાભાઇ વંશે મુખ્‍યમંત્રી, જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત કરી છે કે ઉના ગીરગઢડા તાલુકામાં કોરોના કેસનો ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્‍યારે તેના ટેસ્‍ટ તાલુકા કક્ષાએ વધારવા ત્‍થા હાલ કોરોના સંક્રમતિ ક્રિટીકલ કેસોને ૮૦ કિ. મી. દુર વેરાવળ સારવાર માટે ખસેડવા પડે છે. અને ઘણાને હોમ આઇસોલેટ કરવા પડે છે. તેથી ઉના તાલુકામાં વેન્‍ટીલેટર, ઓકસીઝન સુવિધાવાળી કોવીડ કેર હોસ્‍પીટલ શરૂ કરવા તથા દર્દીઓને રેમડેસીવીર ઇન્‍જેકશન પુરતા પ્રમાણમાં તેની  દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ કરાવવા તથા ઉના-ગીરગઢડા તાલુકામાં પ૦-પ૦ બેડની કોવીડ સરકારી હોસ્‍પીટલ સ્‍ટાફ સાથે યુધ્‍ધના ધોરણે શરૂ કરવા રજૂઆત કરી છે.

(10:14 am IST)