Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સાવરકુંડલા મેવાસાથી પિયાવા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત કરતા અમરેલી જિલ્લા પંચાયતના ચેરમેન પુનાભાઇ ગજેરા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ મેવાસાથી પિયાવા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના ચેરમેન પુનાભાઇ ગજેરાના હસ્તે કરવામાં આવેલ હતું. અતિ ખરાબ હાલતમાં જે રસ્તો હતો તે ખરાબ રસ્તાની સમસ્યા દૂર કરવા સાવરકુંડલાથી ૧પ દુર આવેલ મેવાસાથી પિયાવા સુધીના એપ્રોચનું પેવિંગ કામનું ખાતમુહુર્ત અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પુનાભાઇ ગજેરાના હસ્તે કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી વ્યાપી જવા પામેલ હતી આ ખાતમુહુર્ત પ્રસંગે મેવાસા ગામના સરપંચ શ્રી મંગળુભાઇ ખુમાણ કિરીટભાઇ ખુમાણ કાકાબાપુ દેવકુભાઇ વિંછીયા મંગલુભાઇ રામભાઇ રામકુંભાઇ જેબલિયા રઘુભાઇ જેબલિયા રઘુભાઇ ખુમાણ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)